Monday 12 March 2018

પિયર…..ભારતીય પતિ પત્નીના શુદ્ધ પ્રેમનું આલેખન કરતી નવલિકા…… part 1

દિવાળીની રજા હતી એટલે શાળાએ જવાનું નહોતું. મારી ધર્મપત્ની છાયાને ખબર જ હોય કે શાળામાં રજા હોય કે રવિવાર હોય એટલે મને મોડા સુધી ઊંઘવાની ટેવ. આમ દેખો તો એ ટેવ તેણીએ જ પાડી હતી.

જ્યારે મારા લગન થયા ત્યારે મહિના પછી મને શિક્ષકની નોકરી મળેલી. હા એ સાચું છે કે છાયાના પગલાં મારા ઘરમાં શુકનિયાળ હતા!

લગ્ન પહેલા હું બાપુની એ વાતને અન્ધશ્રદ્ધા જ માનતો કે નાના પગવાળી કન્યા શુકનિયાળ હોય! પણ લગન પછી જ્યારે મને એક જ મહિનામાં નોકરી મળી ત્યારે હું છાયાના પગ જોયા કરતો! ઘણીવાર મને એ કહેતી પણ ખરા, “એય, તમે શું આ પગ જોયા કરો છો? મારો ચહેરો નથી ગમતો શુ?”

“હોય કાઈ ગાંડી? આ તો તારા પગ એટલા માટે દેખું છું કે તું મારા ભરોસે ચાલીને આ ઘરમાં આવી ગઈ પણ એ પિયરના અંગણાનો સ્પર્શ યાદ તો કરતા જ હશે ને?”

ભોળી છાયાને હું એ રીતે પિયરની યાદોમાં પરોવીને મૂળ વાત ઉડાવી દેતો. પણ મને એ ક્યાં ખબર હતી કે એ પિયરની યાદમાં ખોવાઈ જતી એટલે જ એ વાત જવા દેતી બાકી એ સાવ ભોળી તો ન જ હતી!

એ પછી મારે નોકરી માટે રાજકોટ જવાનું થયુ. બા બાપુજીને ગામડે મૂકી હું અને છાયા રાજકોટમાં ભાડાના ઘરમાં ગયેલ. નવા નવા તો મને થોડું ફાવ્યું નહી પણ આપણે મર્દ જાત ને શું હોય? ગમે ત્યાં ફીટ થઇ જ જઈએ ને! મને તો ખાસ કઈ ગામડું કે બા બાપુજી યાદ ન આવતા. મારો તો આખો દિવસ શાળામાં ભણાવવામાં જતો અને સાંજે રજીસ્ટર બનાવવામાં કે પછી ટેસ્ટ તૈયાર કરવામાં જતો! પણ છાયા માટે નવી જગ્યા જરાક અજાણી હતી. પહેલા તો બા બાપુ સાથે હતા એટલે બા સાથે વાતોમાં એનો સમય નીકળી જતો. ઘણીવાર મારા પડોશની બહેનો કે ભાભીઓ પણ બેઠક માટે આવતા! ગામડામાં જે નવી વહુ આવે એને જોવા ને જાણવા કુવારી કન્યાઓ આવે એવો રીવાજ જ ગણી લ્યો ને! સાચું કહું તો એક વહુ તરીકે કેવી રીતે રહેવું, શું બોલવું, એ બધું જ્ઞાન ગામડામાં તો નવી આવેલી વહુને જોઇને જ શીખતા ત્યારે ક્યાં ટીવી અને સીરીયલ હતી! હવે તો સીરીયલમાં દરેક કુવારી કન્યાને સાસરીયે શું કરવું એના બધા દાવપેચ એકતા કપૂર શીખવે છે!

પણ ત્યારની વાત અલગ હતી!

નવા શહેરમાં છાયા માટે ન તો બા હતી ન એ બધી કન્યાઓ કે ભાભીઓ એટલે આખો દિવસ પિયરની યાદો વાગોળ્યા કરતી! અને સોમથી શની સુધી તો ભરાઈ જતી. નોકરીના એક જ અઠવીડિયામાં જ્યારે પહેલો રવિવાર આવ્યો કે છાયા હું જાગુ એ પહેલાં તૈયાર થઈ ગઈ હતી! હું જાગ્યો એટલે તરત મને ચા આપીને કહ્યું, “જલ્દી તૈયાર થઈ જાઓ.”

“કેમ ક્યાં જવું છે? અહીં આપણને કોણ ઓળખે?” મનેય નવાઈ થઇ.

“અરે પિયરમાં.”

“હે પિયર? પણ કાલે સવારે તો નોકરીએ જવું પડશે.”

“હા તો રાતની બસમાં પાછા આવશું પણ નાનકો જીદ કરે છે બનેવીલાલને નોકરી મળી એની મીઠાઈ લઈને આવ એટલે આવ.”

મારુ મન તો નહોતું પણ હું સવારથી કજીયો કરવા નહોતો ઇચ્છતો એટલે મેં હા માં હા ભેળવી. હું તૈયાર થઈ ગયો.સ્ટેશન જઈને અર્ધો કલાક રાહ જોઈ. બસ આવી ત્યારે મેં એનો ચહેરો જોયેલો વર્ણન ન કરી શકાય એટલી એ રાજી હતી! અમે બસમાં બેઠક લીધી ત્યાં મેં એને યાદ કરાવ્યું,

No comments:

Post a Comment

पृथ्वी पर कोई भी व्यक्ति ऐसा नहीं है" "जिसको समस्या न हो"

*पृथ्वी पर कोई भी व्यक्ति ऐसा नहीं है" "जिसको समस्या न हो"*                     💥  *"और"* 💥 *"पृथ्वी पर ...